કોવિડ -19 કટોકટી સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. આવી સ્થિતિમાં રેલવે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા રેલ્વે કર્મચારીઓએ જીજાન થી જોડાયેલા છે. આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ વિભાગ દ્વારા કોચિંગ ડેપો સાબરમતીના રેલ્વે કર્મચારીઓ દ્વારા અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને વટવા ડીઝલ શેડના રેલવે કર્મચારીઓ દ્વારા તાપમાન પરીક્ષણ અને રેકોર્ડિંગ સાધનો બનાવ્યા છે. રેલ્વે કર્મચારીઓના અર્થપૂર્ણ પ્રયત્નોની પ્રશંસા કરતાં વિભાગીય રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓ ખૂબ કાર્યક્ષમ છે અને સંકટના સમયે નવીનતા લાવે છે.
તાજેતરમાં અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો સાબરમતી ના સિનિયર સેક્શન એન્જિનિયર આર.જી.રાઠોડ, સુહાસ એ ચૌહાણ ટેકનિશિયન અને મેઘનાથ આર. સુથાર, તેના કુશળ હાથથી અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન બનાવ્યું છે જેનો ઉપયોગ રોજિંદા ઓફિસના કામમાં થઈ શકે છે.
આ મશીન અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ પદ્ધતિના આધારે કાર્ય કરે છે. યુવી ટ્યુબ્સ (સી-વર્ગ), એસએમપીએસ - એડેપ્ટર, ચોક, ઓટોમેટિક કટ ઓફ સ્વીચ અને લાકડાના બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઇલેક્ટ્રિકલી સંચાલિત મશીન છે જે યુવી ટ્યુબ હોય છે જે 45 થી 60 સેકંડમાં વસ્તુઓને 360 સેનિટાઇઝીગ કરવામાં સક્ષમ છે. આ મશીન રેલ્વે કર્મચારીઓને કોરોના વાયરસના સંક્રમણને અટકાવશે. આ સાધનસામગ્રીના ઉત્પાદનની કિંમત 4500 રૂપિયા છે. શ્રી ઝાએ આ નોંધપાત્ર અને પ્રશંસનીય સિદ્ધિથી ખુશ છે અને આખી ટીમને એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.